કોંગ્રેસનાં કડક વલણ બાદ લાલુનાં બદલાયા સુર : કહ્યું નીતીશ અમારા નેતા

પટના : બિહારમાં મહાગઠબંધનની સરકારમાં ચાલી રહેલી નિવેદનબાજી વચ્ચે રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ હવે મુલાયમ પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીથી પટના પહોંચતાની સાથે જ એરપોર્ટ પર તેમણે કહ્યું કે તેઓ રાજદ નેતાઓને બોલાવીને સમજાવશે કે આવા નિવેદનોથી દુર રહે. રાજદ સુપ્રીમો આજે કોંગ્રેસને સ્પષ્ટ નિવેદન બાદ બેકફુટ પર ગયા હતા.

અત્રે ઉલ્લે્ખનીય છે કે, કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અશોક ચૌધરીએ કહ્યું કે મહાગઠબંધનમાં રહેલા લોકો સરકારનાં મુખ્યવ્યક્તિની આલોચનાં કરે તે સહી લેવામાં નહી આવે. જો તેવું જ કરવું હોય તો રાજદ સરકારની બહાર જઇ શકો છો. ત્યાર બાદ લાલુનાં સુર ફર્યા હતા. લાલુએ કહ્યું કે નીતીશ જ મહાગઠબંધનનાં નેતા છે. તેમાં કોઇ વિવાદ નથી.મીડિયા તેની વાતને તોડી મરોડીને રજુ કરે છે.

લાલુએ કહ્યું કે શહાબુદ્દીનનું નિવેદન હોય કે રધુવંશ પ્રસાદનુ, જો તે બોલ્યા કે લાલુ તેમનાં નેતા છે તો તેમાં ખોટુ શું છે ? તેઓએ કોઇ બિનજરૂરી વાત નથી કરી. હા રાજદ નેતાઓએ બિનજરૂરી નિવેદનોથી બચવું જોઇએ. જો કે જતા જતા લાલુએ કહ્યું કે, તેઓ પાર્ટીની વાત પાર્ટીની અંદર કરશે. પ્રેસ કોન્ફરન્સ નહી કરે. જો પ્રેસ કોન્ફરન્સ કરે છે તે ખોટા છે.

You might also like