લાલુ, શરદ યાદવને કેન્દ્ર સરકારનો ઝટકો, સુરક્ષામાં કરાયો ઘટાડો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને આપવામાં આવતી સુરક્ષામાં ઘટાડો કર્યો છે. લાલૂ પ્રસાદ યાદવને આજ સુધી કેન્દ્રીય ગુહ મંત્રાલય દ્વારા ઝેડ + કેટેગરીની સિક્યુરીટી આપવામાં આવતી હતી. પરંતુ આજથી આ સુરક્ષાકવચને હટાવવામાં આવ્યું છે. જેને હવે ઘટાડીને હવે ઝેડ કેટેગરીની કરી દેવાય છે. લાલુને આપવામાં આવેલી એનએસજી સુરક્ષા પણ તત્કાલ પ્રભાવમાં પરત લઇ લીધી છે. ઝેડ કેટેગરીની સુરક્ષા મેળવનારા નેતાને એનએસજીની વધારાની સુરક્ષા મળી શકતી નથી.

આવી જ રીતે કેન્દ્ર સરકારે પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંજીની પણ ઝેડ + સુરક્ષા ખતમ કરી દીધી છે. ત્યારે માંજીને હવે કોઇપણ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે. બીજી તરફ જેડીયુના બાગી બનેલા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી. જેમા ઘટાડો કરીને વાય + કેટેગરીની કરી દેવામાં આવી છે.

You might also like