સૃજન ગોટાળા મુદ્દે નીતીશ લાલુ વચ્ચે ટ્વિટર વોર

પટના : રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે અબજો રૂપિયાનાં બહુચર્ચિત ગોટાળા મુદ્દે મુખ્યમંત્રી નીતીશ કુમાર અને નાણામંત્રી સુશીલ કુમાર મોદીને સીધા દોષીત ઠેરવતા આજે કહ્યું કે સૃજનહાર સૃજનાત્મક રીતે પુરાવાઓનો નાશ કરવા માંગે છે. યાદવે ટ્વિટર પર મુખ્યમંત્રી પાસે 11 મુદ્દા પર સવાલ પુછતા તેમની પાસેથી જવાબ માંગ્યો છે.

લાલુએ કહ્યું કે સૃજન ગોટાળો કર્યા બાદ આજે નીતીશ નૈતિકતાનો પાઠ ભણાવી રહ્યા છે. રાજદ સુપ્રીમોએ મુખ્યમંત્રીને પુછ્યું કે 25 જુલાઇ, 2013એ સંજીત કુમાર નામનાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સામાજિક કાર્યકર્તાએ મુખ્યમંત્રી બિહારને સૃજન મહિલા બેંક ચલાવવા અને કરોડોનું ગબન સંબંધિત માહિતી આપતા એક વિસ્તૃત પત્ર લખ્યો હતો, પરંતુ મુખ્યમંત્રીએ તેમના પર કોઇ કાર્યવાહી નહી કરીને ગોટાળા કરનારાઓને બચાવ્યા જ નહી પરંતુ તેમને સરકારી ખજાનો લૂંટવા માટે પ્રેરિત કર્યા.

આ રીતે 9 સપ્ટેમ્બર, 2013એ રિઝર્વ બેંકે બિહાર સરકારને પત્ર લખીને સૃજન સમિતીમાં થઇ રહેલા ગોટાળા અને નાણાકીય ગોટાળાની તપાસ કરવા માટે જણાવ્યું હતું. રિઝર્વ બેંકે કોઓપરેટિવ રજીસ્ટ્રારને પણ કાર્યવાહી કરવા માટે કહ્યું હતું, પરંતુ મુખ્યમંત્રીએ તેના પર પણ કોઇ કાર્યવાહી નહોતી કરી.

You might also like