લાલુ યાદવને રૂ. ૧૦,૦૦૦નું જેપી સેનાની પેન્શન મળશે

પટણા: રાજદના વડા લાલુપ્રસાદ યાદવને હવે મહિને રૂ. ૧૦,૦૦૦નું જેપી સેનાની સન્માન પેન્શન મળશે. તેની પ્રોસિજર પૂરી થઈ ગઈ છે અને પેન્શન આપવાની દરખાસ્ત બિહારના ગૃહ મંત્રાલયને મોકલી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લાલુપ્રસાદ યાદવે થોડા િદવસ પહેલાં આ પેન્શન સ્કીમનો લાભ લેવા માટે અરજી આપી હતી. જેપી પેન્શન એવા લોકોને આપવામાં આવે છે કે જેઓ ૧૯૭૪માં જેપી આંદોલન દરમિયાન જેલમાં ગયા હતા. આમ તો નીતીશકુમાર પણ આ પેન્શન મેળવવા હકદાર છે, પરંતુ તેમણે પહેલાંથી જ આ પેન્શન લેવાનો ઈન્કાર કર્યો છે.

બિહાર સરકારે આ પેન્શન સ્કીમનું બે કેટેગરીમાં વિભાજન કર્યું છે. જે સેનાનીઓ એકથી છ મહિના જેલમાં રહ્યા હતા તેમને માસિક રૂ. ૫૦૦૦ અને છ મહિનાથી વધુ સમય જેલમાં રહેનારને માસિક રૂ. ૧૦,૦૦૦ પેન્શન આપવામાં આવે છે. લાલુ યાદવને દર મહિને રૂ. ૧૦,૦૦૦નું પેન્શન મળશે, કારણ કે તેઓ છ મહિનાથી વધુ જેલમાં રહ્યા હતા.

નીતીશકુમારે પોતાની સરકારના પ્રથમ કાર્યકાળમાં આ પેન્શન સ્કીમ લોન્ચ કરી હતી. લાલુપ્રસાદ યાદવને પણ જૂન-૨૦૦૯ની અસરથી પેન્શન મળશે અને તેમને અત્યાર સુધીનું એરિયર્સ મળશે.
http://sambhaavnews.com/

You might also like