તેજપ્રતાપ યાદવે ઐશ્વર્યા રાયને કરાવી સાઇકલની સવારી, PHOTOS VIRAL

728_90

બિહારના બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવ અને એમની પત્ની ઐશ્વર્યા રાયની તસવીરો સોશ્યલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. આ તસવીરો ખુદ એમણે જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં તે બિલકુલ નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે. લગ્ન બાદ ઐશ્વર્યા સાથે સમય વિતાવી રહ્યા છે. તેજ પ્રતાપે સફેદ ઝભ્ભો પહેર્યો હતો તો ઐશ્વર્યાએ નારંગી સાડી. બંનેની આ તસવીર ક્યૂટ લાગી રહી છે.

આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર 5000થી પણ વધુ લાઈક મળી ચૂકી છે. તેજપ્રતાપે રાજદ ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય સાથે સાત ફેરા ફર્યા છે. આ લગ્નની સાથે જ બિહારના બે રાજનૈતિક પરિવારની મિત્રતા રિશ્તેદારીમાં બદલાઈ ગઈ છે. તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્નમાં બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિક, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને એમના કેબિનેટના કેટલાય સહયોગીઓ, સમાજવાદી નેતા શરદ યાદવ સહિતની હસ્તીઓ હાજર રહી હતી.

 

તમને જણાવી દઇએ કે લાલૂ પ્રસાદ યાદવના મોટા દિકરા તેજ પ્રતાપ યાદવની પત્ની પૂર્વ મુખ્યમંત્રી દારોગા રાયની પૌત્રી ચંદરિકા રાયની દિકરી છે. ઐશ્વર્યાએ દિલ્હીના મિરાંડા હાઉસ કોલેજથી ગ્રેજ્યુએશન અને અમેઠી યૂનિવર્સિટીમાંથી MBA કર્યુ છે. જ્યારે તેજપ્રતા યાદવે પોતાના પિતાની સાથે રાજનીતિમાં કરિયર બનાવવા માટે સ્કૂલમાંથી જ અભ્યાસ છોડી દીધો હતો. તેજપ્રતાપ બિહાર સરકારના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી રહી ચૂક્યા છે.

લાલુ પ્રસાદની 7 દીકરી બાદ તેમના મોટા દીકરા તેજ પ્રતાપના લગ્ન થયાં છે, માટે જ આ લગ્નમાં કંઇપણ કમી ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ લગ્ન પહેલાં ઘાસચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવને 6 દિવસના જામીન મળતાં યાદવ પરિવારની ખુશીઓમાં વધારો થયો હતો. લાલુ પ્રસાદ યાદવની હાજરીને કારણે પરિવાર, સંબંધીઓ અને રાજદ સમર્થકો ખુશ હતા.

You might also like
728_90