દિકરાના લગ્ન માટે લાલૂ યાદવને મળી 5 દિવસની પેરોલ

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દલ (RJD)ના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવની પરોલની અરજી મંજૂર થઇ ગઇ છે. તેઓ પોતાના મોટા દિકરા તેજ પ્રતાપ યાદવના લગ્ન માટે 5 દિવસની પરોલ પર જેલની બહાર જઇ શકશે. આ જાણકારી લાલૂની વકિલ અને તેમના નજીકના વ્યકિતઓ પાસેથી મળી છે. તેજ પ્રતાપ યાદવ અને બિહારના પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દિકરી ઐશ્વર્યાના લગ્ન 12મેમાં થશે.

 

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવ ઘાસચારા કૌભાંડમાં સ્પેશિયલ CBI કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, તેઓ ડિસેમ્બરથી જેલમાં છે. હાલમાં સારવાર માટે તેમણે રાંચીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. બુધવારે એટલે કે આજે સાંજે તેમણે પટના લઇ જવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, ગત અઠવાડિયે લાલૂ યાદવે અસ્થાયી જામીન માટે ઝારખંડના હાઇ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. પરંતુ વકિલોની હડતાળને કારણે ન્યાયિક કાર્ય સ્થિગત થતા આ અંગેને સુનવણી ના થઇ શકી. આ પછી લાલૂએ પોલીસ ઇન્સ્પેક્ટર જેલના સમક્ષ આ સંબંધમાં પોતાની અરજી કરી હતી.

લાલૂ યાદવે 3 જગ્યાઓ પર ઘાસચારા કૌભાંડના મામલામાં દોષિત જાહેર થયા હતા, જેમાં દુમકા, દેવઘર અને ચાઇબાસા કોષાગર શામેલ હતા. લાલૂએ રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા, તેમમણે સ્વાસ્થ્ય સંબંધિત કારણોથી દિલ્હીની AIIMSમાં પણ લાવવામાં આવ્યા હતા. જોકે, જે પછી તેઓ સ્વસ્થ હોવાને કારણે ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતા, જેણે લાલૂ યાદવે સરકારનું ષંડયત્ જણાવ્યું હતુ.

જોકે તેમણે કહ્યુ કે, ”મને કઇ થયું તો તેની જવાબદારી સરકારની હશે. નરેન્દ્ર મોદીની દબાણને કારણે મને AIIMSથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે, હું સ્વસ્થ નથી.” જોકે જાણકારો અનુસાર, AIIMS સ્વસ્થ જણાવતા લાલૂને ડર હતો કે જલ્દીથી રાંચી મેડિકલ કૉલેજ પણ તેમણે સ્વસ્થ જાહેર કરી દેશે તો તેમને જેલમાં પરત લઇ જવામાં આવશે, જે કારણથી તેઓ આ નિવેદન આપી રહ્યા છે.”

You might also like