લાલુ યાદવના જામીનની મુદત પૂર્ણઃ રાંચી હાઈકોર્ટમાં ફેંસલો

નવી દિલ્હી: ચારા કૌભાંડમાં દોષિત ઠરેલા આરજેડીના પ્રમુખ લાલુ યાદવના જામીનની મુદત આજે પૂરી થતાં રાંચી હાઈકોર્ટમાં લાલુના જામીનની મુદત વધારવી કે નહિ તે અંગે સુનાવણી થયા બાદ ચુકાદો આપવામાં આ‍‍વશે. લાલુ યાદવને સારવાર માટે હાઈકોર્ટમાંથી છ સપ્તાહના જામીન મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલુપ્રસાદ છેલ્લા કેટલાક સમયથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને ગુર્દાની બીમારીથી પીડાય છે. તેથી તેમની રાંચી રિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાથી તેમને ગત ૧૧ મેના રોજ જામીન આપવામાં આવ્યા હતા.

હવે આજે તેમના જામીનની મુદત પૂરી થતાં તેમના જામીન વધારવા કે નહિ તે અંગે આજે રાંચી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. આ અગાઉ લાલુની દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પણ સારવાર કરવામાં ‍આવી હતી. ત્યારબાદ તેઓ મુંબઈથી સારવાર લઈને ગત ૪ જૂને પટણા પરત આવી ગયા હતા. તેમને મંુબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આ‍વ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આ‍વી હતી.તબીબોએ તેમને કિડનીમાં તકલીફ હોવાનું જણાવ્યું હતું.

You might also like