ચીન નેપાળમાં ઘૂસી રહ્યું છે ને જનાબ વિશ્વના પ્રવાસે છેઃ લાલુ

નવી દિલ્હી: ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો અંગે આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવે ટિ્વટર પર વડા પ્રધાન મોદીને ઉદ્દેશીને જણાવ્યું કે મોટા ઠાઠમાઠથી નેપાળ ગયા હતા, પરંતુ નેપાળ સાથેના સંબંધો જ બગાડી નાખ્યા, બાકીના દેશો સાથે શું થશે? અેક તરફ ચીન નેપાળમાં ઘૂસી રહ્યું છે ત્યારે બીજી તરફ જનાબ (મોદી) વિશ્વના પ્રવાસે ગયા છે. લાલુના આ ટિ્વટરને નેપાળી મીડિયાઅે ખૂબ જ પ્રચાર કરી મહત્ત્વ આપ્યું હતું.

ભારત અને નેપાળ વચ્ચેના રાજકીય સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ખટરાગ આવી ગયો છે ત્યારે લાલુઅે વડા પ્રધાન મોદી પર ગઈ કાલે કટાક્ષ કરી ટિ્વટર પર કરેલી મજાકથી નેપાળી મીડિયાઅે તેને ચગાવીને પ્રચાર કર્યો હતો. લાલુઅે મોદી પર આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું હતું કે ભારત અને નેપાળ વચ્ચે રહેલા રોટી-બેટીના સંબંધોને પણ તેમણે બગાડી નાખ્યા છે. તેમણે નેપાળમાં વધી રહેલા ચીનના પ્રભાવને લઈને ચિંતા વ્યકત કરી મોદીના વિદેશ પ્રવાસને વિશ્વ પ્રવાસ ગણાવ્યો હતો.

દરમિયાન લાલુના આ ટિ્વટને નેપાળી મીડિયાઅે ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું. આજકાલ ભારત, ભારત સરકાર, ભારતીય મીડિયા અને ભાજપને ટાર્ગેટ બનાવી બેઠેલા નેપાળી મીડિયામાં અન્ય સમાચાર કરતાં આ સમાચાર ખૂબ ચર્ચાસ્પદ રહ્યા હતા. લાલુના આવા ટિ્વટને પ્રસા‌િરત કરવામાં નેપાળે કોઈ કસર છોડી ન હતી. દરમિયાન નેપાળમાં ૧૧૦ દિવસથી હડતાળ પર બેઠેલા ભારતીય મધેશી સમુદાયે લાલુના આ ટિ્વટને આયોગ્ય ગણાવ્યું હતું.

You might also like