તેજપ્રતાપના લગ્નમાં મંડપનો એક હિસ્સો તૂટ્યો અને…

RJDના વડા લાલુ પ્રસાદ યાદવના સૌથી મોટા પુત્ર, તેજ પ્રતાપ યાદવ, અને ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા સાથે યોજાયા હતા. ત્યારે તેજસ્વી પ્રતાપ 10 સર્ક્યુલર રોડ પરથી ફુલેકું લઇને વેટરનરી ગ્રાઉન્ડમાં પહોંચ્યા, જ્યાં તેમણે એકબીજાને વરમાળા પહેરાવી હતી. આ લગ્નમાં રાજકીય જગતના ઘણા નેતાઓ પણ આ સામેલ થયા હતા. જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ શામેલ હતા તો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પણ પત્ની ડિમ્પલ યાદવ સાથે લાલુપ્રસાદના મહેમાન બન્યા હતા.

આ દરમિયાન મંચનો એક હિસ્સો તૂટી પડતા અફડા-તફડી મચી ગઈ હતી. આ ઘટના વધારે લોકો સ્ટેજ પર આવી જવાને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આ ઘટનામાં લાલુપ્રસાદ યાદવનો બચાવ કરવા ગયેલ ગાર્ડ ઘાયલ થયેલ તો લાલુ યાદવનો પણ આબાદ બચાવ થયો હતો. અચાનક મંડપનો એક તરફનો હિસ્સો તૂટી પડતા 20-25 લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ઘાયલ થયેલ તમામ લોકોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકના દવાખાને લઇ જવામાં આવેલ.

ઉલ્લેખનીય છે કે, ગત વહેલી સવારથી જ લાલુના ઘરે રાજકીય દળોના મોટા મોટા નેતાઓ અવર જવર કરી રહ્યા છે, જે પરિવારને લગ્નની શુભેચ્છાઓ પાઠવવા આવ્યા છે. શહેનાઇ વાદકના 10 સર્કુલર આવાસની બહાર જ શહેનાઇ વગાડીને મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે.

ગતરોજ યોજાયેલ આ લગ્ન સમારંભમાં કડવાશ ભૂલીને લાલુ યાદવના જુના મિત્ર નીતીશ કુમાર ખાસ મહેમાન બન્યા હતા. તો એક તરફ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ પણ ધર્મપત્ની સાથે આવી નવદંપતિને લગ્નની શુભેચ્છા પાઠવી હતી.તો રામવિલાસ પાસવાન પણ આ લગ્ન સમારંભમાં ખાસ હાજરી આપીને તેજપ્રતાપ અને એશ્વર્યાને શુભેચ્છા પાઠવી હતી.

1500થી વધુ મહેમાનો રહ્યા હાજર
વેટરનરી કોલેજ મેદાનમાં યોજાયેલ ભવ્ય સમારંભમાં સવારથી જ મહેમાનોનું આગમન સતત ચાલુ હતું અને તમામ માટે ખાસ વ્યંજનો પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

You might also like