મુલાયમસિંહનું લાલુ-નીતીશને લખનૌ આવવા આમંત્રણ

પટણા: ઉત્તર પ્રદેશના યાદવ પરિવારમાં મચેલા ઘમસાણ વચ્ચે સમાજવાદી પાર્ટીના (સપા) સુપ્રીમો મુલાયમસિંહ યાદવે બિહારના બે દિગ્ગજ-લાલુપ્રસાદ યાદવ અને નીતીશકુમારને લખનૌ આવવા આમંત્રણ મોકલ્યું છે. મુલાયમસિંહ યાદવે આ બંને દિગજ્જ નેતાને ૫ નવેમ્બરે લખનૌમાં આયોજિત સપાના રજત જયંતી સમારોહમાં હાજર રહેવા આમંત્રણ મોકલ્યું છે. બિહારના આ બંને દિગ્ગજે મુલાયમસિંહનાં આમંત્રણનો સ્વીકાર કર્યો છે. જોકે છઠના પર્વના કારણે બંને નેતાઓ થોડા અસમંજસમાં છે.

મુલાયમસિંહના પરિવારમાં જારી આંતરિક વિખવાદને કારણે ભાજપને કોઈ ફાયદો ન થઈ જાય એ દૃષ્ટિએ આ આમંત્રણને રાજકીય રીતે સૂચક હોવાનું જણાવાય છે. મુલાયમસિંહ યાદવે વધુ એક વાર પોતાના જૂના સમાજવાદી નેતાઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાની કોશિશ તેજ કરી છે. સપાના રજત જયંતી સમારોહની સાથે સાથે આ સમારોહ સમાજવાદી તાકાતનું ધર્મનિરપક્ષે મહાગઠબંધન બનાવવાની પણ કવાયત તરીકે જોવામાં આવે છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ પહેલમાં નિષ્ફળ ગયા બાદ સપા પ્રમુખ મુલાયમસિંહે આ પ્રયાસ પોતાના જ પરિવારમાં મચેલા ધમસાણને રોકવા માટે શરૂ કરી દીધા છે.

You might also like