ચારા ગોટાળા મુદ્દે CBIની ખાસ કોર્ટમાં રજૂ થયા લાલુ પ્રસાદ યાદવ

રાંચી : સંયુક્ત બિહારનાં બહુચર્ચિત અબજો રૂપિયાનાં ચારા ગોટાળાનાં ત્રણ કેસમાં આજે રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)નાં અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ રાંચીનાં કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઇ)ની ખાસ કોર્ટમાં રજૂ થયા. યાદવ ચારા ગોટાળા મુદ્દે 68એ 96 અને 47એમાં સીબીઆઇની ત્રણ ખાસ કોર્ટમાં હાજર થયા. ચારા ગોટાળાનો આ કિસ્સો દેવઘર, ડોરંડા અને ચાઇબાસા કોષાગારથી લાખો રૂપિયાનાં બિનકાયદેસર નિકાસનો છે.

સીબીઆઇનાં ખાસ ન્યાયાધીશ શિવપાલસિંહની ખાસ કોર્ટમાં ચારા ગોટાળાનો કેસ યાદવનાં પક્ષમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જયપ્રકાશ નારાયણ યાદવ અને વિધાનસભાનાં કર્મચારી મોહમ્મદ જુનૈલે જુબાની આપી હતી. યાદવ કોર્ટથી નિકળ્યા બાદ મીડિયા સાથે કોઇ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર સીધા જ સ્ટેટ ગેસ્ટ હાઉસ જવા માટે રવાનાં થઇ ગયા હતા.

You might also like