CM હાઉસનો કમર્શિયલ ઉપયોગ કરી રહી છે લાલુની પુત્રી, PIL દાખલ

નવી દિલ્હીઃ લાલુ યાદવની પુત્રી ચંદા યાદવ વિરૂદ્ધ પટના હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. ચંદા યાદવ પર સીએમના સરકારી ઘરને પોતાનું ઠેકાણુ દર્શાવીને તેનો કમર્શિયલ ઉપોયગ કરી રહી હોવાનો આરોપ છે. યાદવ પરિવારે સીએમ હાઉસને ખાલી કરી દીધુ છે. પરંતુ તેના 10 વર્ષ પછી પણ ચંદા યાદવે તે એડ્રેસનો કમર્શિયલ ઉપયોગ કર્યો છે ભાજપના સીનિયર લીડર સુશીલ મોદી પ્રમાણે ચંદા યાદવ મલ્ટી કરોડ મોલના ગોટાળા સાથે જોડાયેલ દસ્તાવેજોમાં આ એડ્રેસનો ઉપયોગ કરી રહી છે.

ભાજપના લીડર સુશીલ મોદીએ સીએમ નીતીશ કુમારને ચંદા યાદવ વિરૂદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે. મોદીએ આરોપ લગાવ્યો છે  કે ચંદા યાદવના 2 મંત્રી ભાઇઓ તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવે પણ આ દસ્તાવેજોમાં સહિ કરી છે. તેથી તેમની વિરૂદ્ધ પણ કાર્યવાહી થવી જોઇએ. લાલુએ વર્ષ 2005માં એસેમ્બલી ઇલેક્શન હાર્યા બાદ સીએમ હાઉસ ખાલી કરી દીધુ હતું.

http://sambhaavnews.com/

You might also like