લાલુએ નીતીશને કહ્યું બિહારની બેટીને સમર્થન આપી ઐતિહાસિક ભુલથી બચે

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષની તરફથી સંયુક્ત ઉમેદવાર તરીકે મીરા કુમારનાં નામની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે આરજેડી પ્રમુખ લાલૂ યાદવે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારને મીરાનું સમર્થન કરવા માટેની અપીલ કરી છે. મીરાને બિહારની બેટી બેટી ગણાવતા તેમણે કહ્યું કે નીતીશ ઐતિહાસિક ભુલ કરી રહ્યા છે. લાલુએ નીતીશ પર આકરો પ્રહાર કરતા કહ્યું કે, સમર્થનનો નિર્ણય સજ્જનતા અથવા દુર્જનતાનાં આધાર પર નહી પરંતુ વિચારધારા અનુસાર કરવામાં આવે છે.

17 વિપક્ષી દળોની બેઠક બાદ મીડિયા સાથે ચર્ચામાં લાલૂએ પરોક્ષ રીતે નીતીશ કુમારની ઝાટકણી કાડી હતી. તેમણે કહ્યું કે, તમને યાદ હશે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પહેલા નીતીશજીની પાર્ટી શરદ યાદવજીએ કહ્યું હતું કે તે તમામ લોકોનો મત્ત હશે અમે બધા જ સાથે રહીશુ પછી બે મીટિંગ પણ કરવામાં આવી તેમ છતા પણ વચ્ચે ખબર નહી શું કરવામાં આવ્યું.

નીતીશ દ્વારા રામનાથ કોવિંદને સમર્થન આપવા માટે આપેલુ કારણ પર લાલુએ કટાક્ષ કરતા કહ્યું કે, નીતીશજીએ કહ્યું કે તેઓ ખુબ જ સજ્જન અને સારા રાજ્યપાલ રહ્યા છે તો અમે વ્યક્તિને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.વ્યક્તિની સુંદરતા સજ્જનતા અથવા દુર્જનતા પર નિર્ણય નથી થતો. વિચારધારા સાથે ક્યારે પણ સમજુતી ન કરવી જોઇએ. કોંગ્રસ પણ કદાચ કહેત કે ભાજપનું સમર્થન કરો તો હું ના કરત.

You might also like