લાલુ-પુત્ર તેજપ્રતાપ યાદવ ભોજપુરી ફિલ્મમાં મુખ્યપ્રધાનની ભૂમિકામાં

પટણા: રાજદના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના સુપુત્ર તેજપ્રતાપ યાદવ સૌથી નાની ઉંમરે બિહારના આરોગ્ય પ્રધાન બની ચૂકયા છે, પરંતુ હવે તેઓ મુખ્યપ્રધાન બનવા જઇ રહ્યા છે. વાસ્તવમાં તેજપ્રતાપ યાદવ એક ભોજપુરી ફિલ્મમાં મુખ્યપ્રધાનની ભૂમિકા ભજવવાના છે.

ભોજપુરી ફિલ્મ ‘અપહરણ ઉદ્યોગ’માં તેજપ્રતાપ મુખ્યપ્રધાનનો રોલ ભજવી રહ્યા છે તેજપ્રતાપે આ ફિલ્મમાં પોતાની ભૂમિકા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે હું આ ફિલ્મમાં મુખ્યપ્રધાનની ભૂમિકામાં છું. આ રોલ ઘણો પોઝિટિવ છે. સીએજીના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘અપહરણ ઉદ્યોગ’માં ભોજપુરીના પ્રસિદ્ધ ગાયક છોટુ છલિયા, અભિનેતા વીરેન્દ્રકુમાર, કિશન ચૌધરી, અભિનેત્રી દીક્ષા ચૌધરી, મહિલા કલાકાર સંગીતા અને પિન્કી સિંહા ઉપરાંત અન્ય કલાકારો અભિનય કરી રહ્યા છે. તેજપ્રતાપે રવિવારે રાજગીર ખાતે યોજાયેલા ફિલ્મના શૂટિંગમાં ભાગ લીધો હતો અને ખૂબ જ સારી રીતે મુખ્યપ્રધાનની ભૂમિકાને સુંદર અભિનય દ્વારા ન્યાય આપ્યો હતો. આ ફિલ્મમાં એક ગામના બાળકનું અપહરણ થઇ જાય છે. બાળકના અપહરણ પર રોષે ભરાયેલ ગ્રામજનો સરકાર અને પોલીસતંત્ર વિરુદ્ધ નારાબાજી કરે છે.

You might also like