લાલુ યાદવની મુંબઈ ખાતેની મિલકતો પર આઈટીના દરોડા

નવી દિલ્હીઃ આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને તેના પરિવારજનોની મુસીબતનો અંત આવ્યો નથી.ત્યારે આવકવેરા વિભાગે લાલુની મુંબઈ ખાતેની કેટલીક મિલકતો પર દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. આ અગાઉ દિલ્હીમાં પણ લાલુની એક હજાર કરોડની બેનામી સંપત્તિ અંગે ૨૨ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.

બિહાર ભાજપના નેતા સુશીલ મોદીએ લાલુ યાદવ પર ભ્રષ્ટાચારને લગતા આક્ષેપ કર્યા હતા. જેમાં તેમણે દાવો કર્યો હતો કે બિહાર સાંસદ અને વિધાન મંડળની સભ્ય સહકારી ગૃહ નિર્માણ સમિતિના કુલ પાંચ પ્લોટ હજુ લાલુ યાદવના કબજામાં છે. દરમિયાન લાલુ યાદવના પુત્ર અને બિહારના સ્વાસ્થ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવને પણ ૧૫ દિવસની શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે.

પટણા બાયપાસ પર ભારત પેટ્રોલિયમના પેટ્રોલપમ્પની ડીલરશિપ લારા ઓટોમોબાઈલ્સના નામથી તેજપ્રતાપ યાદવના નામ પર છે. ભારત પેટ્રોલિયમના નિયમોનુસાર ડીલરશિપ માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે. જે બેરોજગાર હોય. અથવા તેમની પાસે આવકનું કોઈ સાધન ન હોય. જ્યારે તેજપ્રતાપ રાજ્યના આરોગ્ય પ્રધાન છે. તેમજ તેમની પાસે લઘુ સિંચાઈ અને પર્યાવરણ મંત્રાલયનો વધારાનો હવલો હોવા છતાં તેમના નામે આ પેટ્રોલપમ્પની ડીલરશિપ છે તેથી આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like