જેલ ભરો આંદોલન મામલે લાલજી પટેલના જામીન મંજૂર

મહેસાણાઃ સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટલેના જામીન મંજૂર કરી દેવામાં આવ્યાં છે.  સેશન કોર્ટમાં લાલજી પટેલના જામીન અંગે અરજી કરવામાં આવી હતી. ત્યારે આજે લાલજી પટેલ સાથે પાર્થ પટેલ અને અંબાલાલ પટેલના જામીન પણ મંજૂર કરી દેવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અનામતની માંગને લઇને 17 એપ્રિલના રોજ મહેસાણામાં સરદાર પટેલ ગ્રૂપ દ્વારા જેલભરો આંદોલન કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન લાલજી પટેલ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. 15 દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇ જતા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાનો પ્રસ્તાવ તેમણે મૂક્યો હતો.

પ્રસ્તાવના 12 કલાક સુધી ચાલેલા ડ્રામા બાદ 3 મેના રોજ રાત્રીના સમયે પોલીસ કાફલો દવાખાને દોડી આવ્યો હતો અને સિવીલ તબીબના રિપોર્ટને આધારે લાલજી પટેલનું નિવેદન લઇ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે તેમને જામીન મંજૂર કરી દેવામાં આવ્યાં છે.

You might also like