પુત્ર રુચિર માટે RCAનું અધ્યક્ષપદ લલિત મોદી છોડી દેશે

જયપુરઃ ક્રિકેટના રાજકારણના મોટા ખેલાડીઓમાંના એક લલિત મોદી હવે એક નવી ચાલ ચાલવાની તૈયારીમાં છે. આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનનું અધ્યક્ષપદ છોડી દેવાની તૈયારી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ આ પદ પર પોતાની જગ્યાએ પુત્ર રુચિર મોદીને બેસાડવા ઇચ્છે છે. લલિત મોદીએ એવા સમયે આ નિર્ણય કર્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટે ક્રિકેટ વહીવટકર્તાઓ માટે ૭૦ વર્ષની વયમર્યાદા નિર્ધારિત કરી છે.

આઇપીએલમાં ગોટાળાઓના આરોપી રહેલા લલિત મોદીને મે-૨૦૧૪માં આરસીએના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીસીસીઆઇએ આરસીએની માન્યતા સસ્પેન્ડ કરી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર લલિત મોદી નજીકના સમયમાં ખુદ અધ્યક્ષપદ છોડીને પોતાના પુત્રને અધ્યક્ષ બનાવી દેવા ઇચ્છે છે. લલિત મોદી પર બીસીસીઆઇએ આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે.

You might also like