તિજોરી અને લોકર છે ખાલી, તો લગાવો આ ચિન્હ, થશે પૈસાની રેલમછેલ

ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે અનેક પ્રકારની પરંપરા પ્રચલિત છે. તેમાંની એક પરંપરા છે શુભ ચિન્હ બનાવવું અથવા તો શુભ ચિન્હને ઘરમાં સ્થાપિત કરવું. શાસ્ત્રો પ્રમાણે ઘણા શુભ ચિન્હો બનાવવામાં આવ્યાં છે. જે ઘર અને પરિવારની મુશ્કેલી દૂર કરે છે. લક્ષ્મીજીના સ્વરૂપમાં અનેક ગુણોનો આભાસ થાય છે. તે મુખ્યત્વે ધન અને ઐશ્વર્યની દેવી છે. લક્ષ્મીનું સ્વરૂપ વૈભવનું રહસ્ય છે. આ વૈભવ ક્યારે પણ સ્થાયી નથી રહેતો. લક્ષ્મી ચંચલ છે. તેથી જ તે આપણા ઘરમાં રહે તે માટે ખાસ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે.

ઘરના લોકરમાં લક્ષ્મીજીના પ્રિતક રૂપ પગલાં રાખવાથી કાયમ માટે ઘરમાં લક્ષ્મીજીની કૃપા રહે છે. શાસ્ત્રો પ્રમાણે મહાલક્ષ્મીના ચરણોમાં 16 શુભ ચિન્હો હોય છે. તે અષ્ટલક્ષ્મીના બંને પગમાં ઉપસ્થિત ચિન્હો છે.  લક્ષ્મીની ચરણપાદુકાઓ જ્યાપણ સ્થાપિત  થાય છે ત્યાંથી મુશ્કેલીઓનો નાશ થાય છે. તેની સ્થાપનાથી ઘન સંપત્તિનો માર્ગ મોકળો બને છે.  તેથી જ તેને મકાન, ઓફિસ, દુકાન કે પછી દરવાજા પર લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આઠ ધાતુથી નિર્મિત આ ચરણ પાદુકા સુખ સમૃદ્ધિ માટે નિશ્ચિત તમારા ઘરમાં સ્થાપિત કરવી જોઇએ.

home

You might also like