લાહોરમાં આત્મઘાતી હૂમલો, 50થી વધુના મોત, મોદીએ કરી નિંદા

લાહોર: પાકિસ્તાનમાં એક આત્મઘાતી હૂમલામાં 50થી વધુ લોકોના મોત નિપજ્યાં છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બ્લાસ્ટ લાહોરના ગુલશન-એ-ઇકબાલ પાર્કમાં થયો હતો.

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર આ આત્મઘાતી હૂમલો હતો. આત્મઘાતી હુમલાવરે પોતાના બેસ્ટ પર વિસ્ફોટક બાંધેલો હતો. ફોરેન્સિક સૂત્રોનું કહેવું છે આત્મઘાતી હુમલામાં 10 કિલોગ્રામ વિસ્ફોટક બેલ્ટ પહેરી રાખવામાં આવ્યો હતો.

બ્લાસ્ટ બાદ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. ઘટનાસ્થળ પર 23 એમ્બુલન્સ પહોંચી ચૂકી છે. જિયો ન્યૂઝના અનુસાર રવિવારે ઇસ્ટર હોવાના લીધે પાર્કમાં ભીડ વધુ હતી. સિક્યોરિટી ટીમોએ પાર્ક અને તેની આસપાસના એરિયા પોતાના કબજામાં લઇ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને હુમલાની નિંદા કરી હતી. વડાપ્રધાને ટ્વિટ કરી ‘લાહોરમાં વિસ્ફોટ વિશે સાંભળ્યું છે. હું દ્રઢતાપૂર્વક તેની નિંદા કરું છું. મૃતકની સાથે ઇજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ.’


પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે પાર્કમાં લોહી અને અંગોના ભાગ વિખરાયેલા પડ્યા છે. ત્યાં રવિવારે સાંજે મહિલા અને બાળકો સહિત મોટી સંખ્યામાં પારિવારિક લોકો હાજર હતા.

શહેરના બધા સરકારી હોસ્પિટલોમાં એક ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને વિસ્તારને પોલીસની ટુકડીએ ઘેરી લીધો છે.

You might also like