“લગાન” ફિલ્મનાં ઇશ્વર કાકા તરીકે પ્રખ્યાત શ્રીવલ્લભ વ્યાસનું અવસાન

આમિર ખાનની ફિલ્મ “લગાન”માં રોલ ભજવનાર દરેક પાત્રોએ દરેકનાં દિલમાં કંઇક અલગ જ સ્થાન મેળવ્યું છે. એવાં જ એક રોલની વાત કરીએ તો તે રોલ છે ઇશ્વરકાકાનો. જેને શ્રીવલ્લભે આ ફિલ્મમાં અદા કર્યો હતો. શ્રીવલ્લભ વ્યાસ 8 વર્ષ પહેલાં લકવાગ્રસ્ત થઇ ગયાં હતાં. માત્ર એટલું જ નહીં પરંતુ વર્ષ 2013માં પરિવારને આર્થિક તંગી અને સારવારને લઇ તેમને જેસલમેરથી જોધપુર શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.

એમની પત્ની શોભા વ્યાસનાં જણાવ્યા અનુસાર એમની મદદ માટે તે સમયે સિનેમા અને ટેલિવિઝન એસોશિયેશને તેમની બિલકુલ મદદ કરી ન હતી. જો કે આમિર ખાને અમને આર્થિક રીતે ઘણી મદદ કરી હતી. એમની મદદથી જ અમે જયપુરમાં 3 બેડરૂમનાં મકાનમાં હાલ ભાડે રહીએ છીએ. આમિર મારી દીકરીઓની સ્કૂલ ફી અને શ્રીવલ્લભનાં મેડિકલનો ખર્ચ પણ આપતાં હતાં.

આમિર ખાન સિવાય અમને મુશ્કેલીનાં સમયમાં એક્ટર ઇમરાન ખાન અને મનોજ વાજપેયીએ પણ શ્રીવલ્લભ વ્યાસને ઘણી બધી મદદ કરી હતી. જો કે હજી સુધી રાજ્ય સરકાર અને કલા જગતે એમની કોઇ જ સારસંભાળ નથી લીધી.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોમ્બર 2008માં શ્રીવલ્લભ ગુજરાતનાં રાજપીપળામાં ભોજપુરી ફિલ્મની શૂટિંગ દરમ્યાન હોટલનાં એક બાથરૂમમાં પડી ગયાં હતાં. જેને લીધે તેમનાં માથાનાં ભાગમાં ભારે ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનાનાં તુરંત બાદ ક્રૂ મેમ્બર્સ એમને લઇને વડોદરા રવાના થઇ ગયા હતાં. ત્યાં તેમને એક હોસ્પિટલમાં એમનાં માથાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ ડોક્ટરોએ કહ્યું કે તેઓ હવે જોખમમાંથી બહાર છે.

હિન્દી સિનેમાની 60 ફિલ્મોમાં કર્યો છે બેસ્ટ અભિનયઃ
1991માં શ્રીવલ્લ વ્યાસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આસ્વાદ્ય લીધો. શ્રીવલ્લભે કેતન મહેતાની “સરદાર”, શાહરૂખ ખાન સાથે “માયા મેમ સાહેબ”, “વેલકમ ટુ સજ્જનપુર”, “સરફરોશ”, “લગાન”, “બંટી ઔર બબલી”, “ચાંદની બાર” અને “વિરૂદ્ધ” સહિત લગભગ 60 ફિલ્મોમાં તેઓ બેસ્ટ અભિનય કરી ચૂક્યાં છે. આ સિવાય તેમને “આહટ”, “સીઆઇડી” અને “કેપ્ટન વ્યોમ” જેવી સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યાં છે.

You might also like