દાણીલીમડામાં યુવતીનો ભેદી સંજોગાેમાં અાપઘાત

અમદાવાદ: દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ અાત્મહત્યા કરતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે અાપઘાતનો ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે દાણીલીમડા વિસ્તારના બહેરામપુરા ખાતે અાવેલ પરીક્ષિતલાલનગર ખાતે રહેતી ૨૭ વર્ષની વયની ગાયત્રીબહેન હિમ્મતભાઈ પરમાર નામની યુવતીએ અગમ્ય કારણોસર રાતના ૯ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ છતની લોખંડની પાઈપ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી અાત્મહત્યા કરનાર યુવતીના ઘરના સભ્યો તેમજ અાજુબાજુના લોકોના નિવેદન લઈ સઘન પુછપરછ શરૂ કરી હતી. પરંતુ અા યુવતીએ અાપઘાત શા માટે કર્યો તે અંગેની કોઈ ચોક્કસ વિગત જાણવા મળી નથી.

You might also like