સાસરિયાંના ત્રાસથી યુવતીએ ગળાફાંસો ખાધો

અમદાવાદ: કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાસરિયાં દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી જઇ આત્મહત્યા કરી લેતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે મધ્યપ્રદેશના ભીંડ તાલુકાના જગજીવનનગર ખાતે રહેતા રવીન્દ્ર ભંવરસિંહ પવારની પુત્રી સચીનાનાં લગ્ન શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા ઓમનારાયણ રાજવીરસિંહ રાજપૂત સાથે થયાં હતાં. લગ્ન થયા બાદ સચીનાને તેનો પતિ તેમજ સાસુ-સસરા વિના કારણે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોઇ કંટાળી ગયેલી આ પરિણીતાએ પોતાની સાસરીમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પરિણીતાના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like