ગ્રીન રંગ એટલો બધો પસંદ છે કે આ લેડી તેની આસપાસનું બધું જ લીલુંછમ રાખે છે

અમેરિકાના ન્યૂયૉર્ક સિટીના બ્રુકલિન પરગણામાં રહેતાં ૭૭ વર્ષનાં એલિઝાબેથ સ્વીટહાર્ટને લીલો રંગ અનહદ પ્યારો છે.
એટલો પ્યારો કે પોતાના ઘરની તમામ ચીજથી માંડીને પોતાનાં કપડાં અને વાળનો રંગ સુધ્ધાં તેમણે ગ્રીન કરાવી
નાખ્યો છે. એલિઝાબેથ આર્ટિસ્ટ અને ડિઝાઇનર છે અને લીલા રંગના તમે કદી જોયા પણ ન હોય એટલા શેડ તેમની આસપાસ જોવા મળી શકે છે.

છેલ્લાં વીસ વર્ષથી તેઓ લીલા રંગે રંગાયાં છે અને હજુયે આ રંગથી જરાય ઉબાયાં નથી. તેમના પતિ રૉબર્ટ રોસેન્થલ ૭૩ વર્ષના છે અને પ૧ વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયાં છે. રૉબર્ટને લીલા રંગે પ્રત્યે કોઇ જ ખાસ લગાવ નથી, છતાં તેઓ પત્ની એલિઝાબેથના કલર ક્રેઝને સ્વીકારી લે છે.

એલિઝાબેથનાં કપડાં, ચશ્માંની ફ્રેમ, વાળનો રંગ, નેઇલ પોલિશ, મેકઅપ બધું જ ગ્રીન છે. તેમનું કહેવું છે કે ગ્રીન રંગ
પોઝિટિવિટીનો છે અને એનાથી હે‌પિનેસ સ્પ્રેડ થાય છે. તેમના વૉર્ડરોબમાં કપડાંથી લઇને તમામ એક્સેસરીઝ ગ્રીન રંગની જ છે. હા, તેમના ઘરની કેટલીક દીવાલો સફેદ અને ફલોરિંગ વુડનું હોવાથી નૅચરલ લાકડાનો કલર છે. બાકી સજાવટની
ચીજોથી માંડીને ફર્નિચર સુધ્ધાં બધું જ ગ્રીન છે. બ્રુકલિનમાં હવે એલિઝાબેથને બધાં ગ્રીન લેડી તરીકે જ ઓળખે છે.
ટીચરનો બિકિનીવાળો ફોટો જોઈ સ્કૂલે કાઢી મૂકી તો હજારો ટીચર્સે બિ‌કિની કેમ્પેન કર્યું.

રશિયામાં વિક્ટોરિયા નામની ર૬ વર્ષની એક પ્રાઇવેટ સ્કૂલની ટીચરે વેકેશન દરમ્યાન કેટલીક હૉટ તસવીરો ખેંચાવી
હતી. તેનો વિચાર મૉડલિંગ કરવાનો હોવાથી આ તસવીરો એક એજન્સીને મોકલાવી હતી. થયું એવું કે એજન્સીએ
વિક્ટોરિયાની બિકિનીવાળી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધી.

જ્યારે આ તસવીરો એ સ્કૂલના વિદ્યાર્થીઓનાં પેરન્ટ્સે જોઇ તો તેમણે વિરોધ કર્યો. સ્કૂલે આકરાં પગલાં લઇને વિક્ટોરિયા મૅડમને જૉબમાંથી કાઢી મૂક્યાં. વાત ત્યાં અટકી નહીં, વિક્ટોરિયાની પડખે ટીચર્સ અસોસિયેશનની હજારો મહિલાઓએ યુનિયન બનાવ્યું અને બિકિની કૅમ્પેન શરૂ કર્યું. અત્યાર સુધીમાં રશિયાની ત્રણ હજારથી વધુ ટીચર્સે શૉર્ટ્સ અને બિકિનીમાં તસવીરો પડાવીને સોશિયલ મીડિયા પર મૂકી દીધી છે અને હજુયે એ સિલસિલો ચાલુ જ છે.

You might also like