પતિની ટ્રાન્સફર થઈ તે જ પોલીસ કમિશનરનું પદ પત્નીઅે સંભાળ્યું

નવી દિલ્હી: તિરુવનંતપુરમમાં જ્યારે પણ કોઈ અધિકારીની બદલી થાય છે તો તે પોતાની જવાબદારીઅો અાગામી અધિકારીને સોંપીને જાય છે. ગયા અઠવાડિયે કેરળના કોલ્લમ શહેરમાં એક અધિકારીની ટ્રાન્સફર અને અન્ય અધિકારીની નિયુક્તિ અાઈપીએસમાં એક ખાસ ઘટના હતી.

શહેરના પોલીસ પ્રમુખ સતીશ બીનોઅે પોતાની જવાબદારી અન્ય કોઈ વ્યક્તિને નહીં, પરંતુ પોતાની પત્ની અ‌િજતા બેગમને સોંપી. છેલ્લા થોડાક મહિનાઅો માટે સતીશ અને અ‌િજતા અેક સાથે કોલ્લમમાં કામ કરી ચૂક્યા છે. ગયા મહિને સતીશને કોલ્લમ સિટીના પોલીસ કમિશનર બનાવી દેવાયા અને અ‌િજતાને કોલ્લમ ગ્રામીણની એસપી તરીકે પસંદ કરાઈ. ત્યારબાદ અ‌િજતા મેટર‌િનટી લીવ પર ગઈ.

અ‌િજતાને કામ પ્રત્યે તેના કડક અને ન્યાયપૂર્ણ વલણના કારણે અોળખાય છે. ગયા ગુરુવારે તેણે ફરી એક વાર કામ સંભાળ્યું અને થોડા જ સમયમાં તેને કોલ્લમની પોલીસ ક‌િમશનર બનાવી દેવાઈ, કેમ કે તેના પતિની ટ્રાન્સફર નજીકના પઠાણમઠીટ્ટા જિલ્લાના એસપી તરીકે થઈ.

કોલ્લમ કમિશનર તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન સતીશે પણ ડ્રક્સ પર અંકુશ રાખવા માટે સેફ કોલ્લમ નામથી એક સફળ કેમ્પેન ચલાવ્યું હતું. અ‌િજતાઅે પોતાના પતિના સારા નિર્ણય ગણાવીને અા કેમ્પેન ચાલુ રાખવાની વાત કહી છે. અા સ્ટાર અાઈપીએસ કપલ ૨૦૦૮ની બેન્ચનું છે. અ‌િજતા કોઈમ્બતૂરથી છે અને સતીશ કન્યાકુમારી જિલ્લામાંથી છે. શરૂઅાતમાં બંનેઅે જમ્મુ-કાશ્મીર અને મધ્ય પ્રદેશ કેડરમાં કામ કર્યું હતું. વર્ષ ૨૦૧૧માં બંનેઅે લગ્ન કર્યાં અને કેરળ અાવી ગયાં. અા બંનેનાં બે બાળકો પણ છે.
http://sambhaavnews.com/

You might also like