એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના આખી દુનિયા જોઇ લીધી

દુનિયાનો પ્રવાસ કરવા કોણ નથી ઇચ્છતું. જોકે તે માટે ખીસ્સુ ભરેલું હોવું જરૂરી છે. દુનિયાના પ્રવાસનો ખર્ચ સાંભળીને જ લોકો પ્રવાસનું નામ લેવાનું છોડી દે છે. તેવામાં અમેરિકાની માત્ર પચીસ વર્ષની એક યુવતી આખી દુનિયા ફરી વળી છે. મોનિકા લીન નામની યુવતીએ પ્રવાસ માટે એક પણ પૈસાનો ખર્ચ કર્યો નથી.

મોનિકાએ માત્ર એક જ વર્ષમાં દુનિયાના મોટાભાગના દેશો ફરી લીધા છે. પૈસાનો પણ ખર્ચ કર્યા વિના દુનિયા ફરવા માટે તેણે ખુબ જ અજીબ કીમિયો શોધી કાઢ્યો હતો. તેણે એક વિયર્ડ ડેટિંગ વેબસાઇટનો સહારો લીધો હતો. એ વેબસાઇટ થકી તે ઓનલાઇન ચેટ કરીને મિત્ર બનાવતી હતી. તે પુરુષ મિત્ર તેની ટ્રીપનો તમામ ખર્ચ ઉપાડી લેતો હતો. આ રીતે તે પોતાના ખિસ્સામાંથી પૈસાનો પણ ખર્ચ કર્યા વિના પોતાને મનપસંદ પુરુષ સાથે ફરતી હતી. મોનિકાએ જણાવ્યું કે તેણે વર્ષ 2015માં ત્રણ અલગ અલગ સાથીઓની પસંદગી કરીને કુલ નવ દેશનો પ્રવાસ કર્યો હતો.

You might also like