ઓસામાનાં પુત્રએ અમેરિકાને આપી મોટા હૂમલાની ધમકી

દુબઇ : ઓસામા બિન લાદેનનાં નાના પુત્રએ એક ઓડિયો ટેપ બહાર પાડીને અમેરિકાને ધમકી આપી છે કે તે પોતાનાં પિતાનાં મોતનો બદલો લેશે. અલ કાયદાનાં વડા ઓસામા બિન લાદેનની વિરુદ્ધ અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરીને પાકિસ્તાનનાં એબટાબાદમાં તેનાં જ ઘરમાં ઘુસીને તેને ઠાર કર્યો હતો. હવે લાદેનનો પુત્ર તેનાં પિતાનાં મોતનો બદલો અમેરિકા પાસેથી લેવા માટે તૈયાર થયો છે.

હમજા બિન લાદેનને 21 મિનિટનો ઓડિયો બહાર પાડીનેક હ્યુંકે ગ્લોબલ ટેરરિઝમ ગ્રુપ અમેરિકાની વિરુદ્ધ પોતાની લડાઇ ચાલુ રાખશે, તેણે તે પણ કહ્યું કે અમે બધા જ ઓસામાં છીએ. હમઝાએ કહ્યું કે ફિલિસ્તીન, અફધાનિસ્તાન, સીરિયા, ઇરાક, યમન, સોમાલિયા અને બીજા મુસ્લિમ દેશો પર અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા હૂમલાનો બદલો તે અમેરિકન નાગરિકો પર હૂમલો કરીને લેશે. ઇસ્લામિક દેશ પર થતા હૂમલા અંગે કહ્યુંકે અલ્લાહ આ દેશોની હિફાઝત કરે. તેણે કહ્યું કે આ લડાઇ ઓસામાં બિન લાદેનનાં મોતની નહી પરંતું તે લોકોની લડાઇ છે જે ઇસ્લામની રક્ષા કરવા માંગે છે.

ગત્ત વર્ષે જ અમેરિકાએ ઓસામા બિન લાદેનનાં કેટલાક દસ્તાવેજોને જાહેર કરતા કહ્યું કે આતંકાદી સંગઠન હમઝાનાં નેતૃત્વમાં ફરીથી પોતાનો પગપેસારો વધારવાનાં પ્રયાસો કરી રહ્યું છે. તેમણે તે પણ કહ્યું કે અમજતાને ઇરાનમાં હાઉસ અરેસ્ટ રાખવામાં આવ્યો છે.

You might also like