દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ છોડવાથી ડાયાબિટીસની શક્યતા ઘટે

જો તમારા પરિવારમાં ટાઇપ-ટુ ડાયાબિટીસનો વારસો આગળ ધપતો હોય તો આ મહારોગની ચુંગાલમાંથી બચવા માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. તાજેતરમાં લંડનના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે શાકાહાર ઉપરાંત વીગન ડાયટ અપનાવવાથી ટાઇપ-ટુ ડાયાબિટીસનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.

ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના અંદાજ મુજબ ર૦૪૦ની સાલ સુધીમાં વિશ્વમાં ૬૪.ર૦ કરોડ લોકો ડાયાબિટીસની ચપેટમાં આવી જશે. પૃથ્વી પર થતાં ૧પ ટકા મૃત્યુમાં ડાયાબિટીસનો ફાળો હોય છે. ર૦૧પમાં ૬૦ વર્ષથી નાની ઉંમરના પ૦ લાખ લોકો ડાયાબિટીસના કારણે મોતને શરણ થયા હતા.

યુનિ. ઓફ લંડનના નિષ્ણાતોનું કહેવું છે કે ફળ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ દાળ-કઠોળ, તેલબિયાં અને અનાજથી ભરપૂર ખોરાક લેવાથી ટાઇપ-ટુ ડાયાબિટીસનું રિસ્ક ઘટી જાય છે.

જે લોકો શાકાહારી જીવનશૈલીમાં વીગન ડાયટનો પણ ઉમેરો કરે છે એટલે કે દૂધ અને દૂધમાંથી બનતી પ્રોડક્ટ્સનો ત્યાગ કરે છે તેમને ડાયાબિટીસ ટાઇપ-ટુ અને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ થવાની સંભાવનાઓ ઘટે છે.

You might also like