લેબર ક્વાર્ટર્સમાં ભીષણ અાગ લાગતાં માતા અને પુત્રી ભડથું

અમદાવાદ: મોરબીમાં અાવેલી સિરામીક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટર્સમાં ભીષણ અાગ લાગતાં માતા અને પુત્રી બળીને ભડથું થઈ ગયાં હતાં.  અા અંગેની વિગત એવી છે કે મોરબીમાં પાનેરી રોડ પર અાવેલી સોનાટા સિરામિક ફેક્ટરીમાં લેબર ક્વોટર્સમાં ગઈ મોડી સાંજે અચાનક જ અાગ ભભૂકી ઊઠી હતી. અાગે ક્વાર્ટર્સને લપેટમાં લઈ લેતાં અા ક્વાર્ટર્સમાં રહેતા પરિવારના ત્રણ સભ્યો ગંભીરપણે દાઝી ગયા હતા. જેમાં માતા અને માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે એક યુવાનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. મરનારમાં લલિતા (ઉં.વ.૩૦) અને પુત્રી ગુનગુન (ઉં.વ.૨)નો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસે ફાયરબ્રિગેડના જવાનો સાથે તાત્કાલીક પહોંચી જઈ ભારે જહેમત બાદ અાગને અંકુશમાં લીધી હતી. સદ્નસીબે મોટી ખુવારી થતાં બચી હતી. પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like