ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ મતાધિકારનો ઉપયોગ કર્યો

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેઓ મતદાન કરવા મતદાનમથક પહોંચ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી રાજ્યમાંથી સાંસદ બન્યા હોવાથી તેઓનો મતાધિકાર અમદાવાદમાં છે. તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ અડવાણીએ જણાવ્યું હતું કે મને આનંદ છે કે સાંસદ તરીકે અહીં મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અડવાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે વિશેષમાં કહ્યું કે જે રીતે ગુજરાતમાં વિધાનસભા અને લોકસભામાં સારા પરિણામ આવ્યા છે એવા પરિણામ આવે. શું તમને લાગે છે કે સારા દિવસો આવ્યા? તેવા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું માનું છું સારા દિવસો માટે બધી વ્યવસ્થા સમય લે છે, સારી દિશા હશે તો ચોક્કસ સારા પરિણામ આવશે.

You might also like