એલ કે અડવાણીના કાર્યક્રમમાં ફેરફાર, જાણો ક્યારે આવશે અમદાવાદ

ગાંધીનગર: ભાજપના સિનીયર નેતા અને ગાંધીનગર સીટ પર સાંસદ એલ કે અડવાણીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લાલકૃષ્ણ અડવાણી પહેલાં 25 અને 26 મેના રોજ અમદાવાદ આવવાના હતા, પરંતુ હવે તેમના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હોવાથી તેઓ આગામી 26 અને 27 મેના દિવસે અમદાવાદની રેલીમાં ભાગ લેશે.

26 મેના દિવસે અમદાવાદની નારણપુરા અને સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રેલી યોજવામાં આવશે. જ્યારે 27 મેના દિવસે ઘાટલોડીયા તથા વેજલપુર વિસ્તારમા રેલી યોજવામાં આવશે.

27મેની સાંજે સાબરમતી રિવરફ્રંટ ખાતે વિકાસ પર્વ સંમેલન આયોજીત કરવામા આવ્યું છે જ્યાં કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ હાજર રહે તેવી શક્યતા છે તેમની સાથે સાંસદ એલ કે અડવાણી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી હાજર રહેશે.

You might also like