આ છે દુનિયાનું સૌથી ઊંચું ગામ, જાણો શું છે અહીંની ખાસિયતો

દરિયાની સપાટીથી 4850 મીટરની ઊંચાઇ પર હિમાચલ પ્રદેશની સ્પીતી ઘાટીમાં વસેલું છે એક નાનું કિબ્બર ગામ. આ દુનિયાનું સૌથી ઊંચું ગામ છે. કિબ્બર ગામ શિમલાથી આશરે 430 કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા ઘણા પણ બૌદ્ધ મઠ બનેલા છે.

કિબ્બર પહોંચવા માટે કુંજમ પાસ થઇને સ્પીતિ ઘાટી પહોંચવું પડે છે. ત્યારબાદ 12 કલાકનો રસ્તો ખૂબ જ કઢિન છે. કિબ્બર ગામમાં બનેલી મોનેસ્ટ્રી સૌથી ઊંચાઇ પર બનેલી છે. સ્પીતિ નદીની ડાબી બાજુ વસેલું થે લોસર ગામ આ સ્પીતિ ઘાટીનું પહેલું ગામ છે. સ્પીતિ ઉપમંડળમના મુખ્યાલયથી કિબ્બર માત્ર 20 કિલોમીટર દૂર છે. અહીંયા રસ્તા પર બરફની ચાદર જામેલી જોવા મળશે.

khybar-1

દિલ્હીથી કિબ્બરનું અંતર આશરે 730 કિલોમીટર છે. અહીંયા જવા માટે તમારે પહેલા કાજા પહોંચવું પડશે. કાજાથી કિબ્બર પહોંચવામાં તમારે તમને એક કલાકનો સમય લાગશે. એના માટે અહીંથી તમારે ટાટા સૂમો અથવા કેબ મળી જશે. કાજાથી કિબ્બર જતાં રસ્તા પર તમને ઘણા બધા બૌદ્ધ મઠ જોવા મળશે. અહીં એક વખત આવ્યા પછી જીંદગીભર અહીંયાની તાજગી અને મનોરમ દ્રશ્યોને ભૂલી શકશો નહીં.

વર્ષ 2011ના આંકડાના અનુસાર આ નાના ગામમાં આશરે 77 પરિવારનો લોકો રહે છે જેમાં કુલ 366 લોકો રહે છે. જેમાં 187 પુરુષ અને 179 મહિલાઓ છે.

અહીંયા વરસાદ ખૂબ ઓછો થાય છે. હિમવર્ષામના દિવસોમાં અહીંયા ઘણા ફુટ મોટી પરત હોય છે. હિમવર્ષાના સમયમાં અહીંના રસ્તા બંધ થઇ જાય છે. જેનાથી અહીંયા રહેતા લોકોની જીંદગી અન્ય લોકો સાથે કપાય છે. બરફથી ઢંકાયેલી ચાદરોની વચ્ચે રસ્તા પરથી પસાર થવું પર્યટકો માટે ખૂબ સુંદર અનુભવ હોય છે.

home

You might also like