કુઝલાપ્પમ

સામગ્રીઃ ૩/૪ કપ ચોખાનો લોટ, ૩ ટેબલ સ્પૂન નારિયેળ પાઉડર, ૧ નંગ ડુંગળી, ૧/૨ ટી  સ્પૂન જીરું, ૧ ટી. સ્પૂન કાળા તલ, તળવા માટે તેલ, મીઠું ચપટી

રીતઃ સૌ પ્રથમ એક બાઉલમાં ડુંગળી, જીરું, નારિયેળ પાઉડરને મિક્સ કરો. તેમાંથી પેસ્ટ તૈયાર કરો. કડાઈમાં ચોખાનો લોટ ૬ મિનિટ શેકી લો પછી એક કપ પાણી ગરમ કરો અને તેમાં મીઠું ડુંગળીની પેસ્ટ, ચોખાનો લોટ અને તલ મિક્સ કરી તેની કઠણ કણક તૈયાર કરો કણકને થોડી વાર મૂકી રાખો. ખૂબ મસળો અને તેના એકસરખા નાના લૂઆ તૈયાર કરો. હવે એક પ્લાસ્ટિક શીટ પર તેલ લગાવી તેના પર એક નાનો લૂઓ મૂકો અને તેના ઉપર બીજી એક પ્લાસ્ટિક શીટ મૂકી પૂરી વણી લો. તેલ ગરમ કરવા મૂકો અને પૂરી ધીમા તાપે ગુલાબી રંગની તળી લો અને ચા કે કોફી સાથે ગરમાગરમ સર્વ કરો. આ પૂરી ગ્રીન ચટની સાથે પણ સર્વ કરી શકાય.

You might also like