ગુટ્ટી વેંગૈયા કુરા

સામગ્રી: નાની સાઈઝનાં રીંગણ નંગ ૬, નાનું ટમાટર ૧, કાંદો નંગ ૧, કોકોનટ ૨ ટીસ્પૂન, કાજુ ૫૦ ગ્રામ, લાલ મરચાંપાઉડર અડધી ચમચી, ધાણા પાઉડર ૧ ટીસ્પૂન, ગરમ મસાલો અડધી ચમચી, આદું એક નાનો ટુકડો, લસણ ૨ કળી, તેલ ૫ાંચ ચમચી, આમલી એક ટુકડો, મીઠું જરૃરિયાત મુજબ

રીતઃ રીંગણ અને તેલ સિવાયની તમામ સામગ્રીને ક્રશ કરી પેસ્ટ બનાવી લો. આ સામગ્રી કાચી જ રાખવાની છે. રીંગણનેપાણીથી ધોઈને તેનાં ડીંટાં કાઢી લો. ત્યારબાદ રીંગણમાં કાપા પાડો અને તેમાં તૈયાર કરેલા મસાલાની પેસ્ટ સ્ટફ કરો. ચોથા ભાગની પેસ્ટ જુદી રાખી મૂકવી. હવે એક નોનસ્ટિક પૅનમાં તેલ મૂકી બધાં રીંગણ મૂકીને ધીમા તાપે ચઢાવી નરમ ન થાય ત્યાં સુધી પકાવો. તેમાં અડધો કપ પાણી અને બચેલી પેસ્ટ ઉમેરી ફરી તેને ધીમા તાપે ચઢવા દો. જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ગેસ પર રાખો. વેંગૈયા કુરા આંધ્રની વાનગી છે. આ વાનગીને રોટી અથવા રાઈસ સાથે સર્વ કરો.

You might also like