CM વિજય રૂપાણી રબારી સમાજના મહાસંમેલનમાં રહ્યાં ઉપસ્થિત

પોરબંદર : કુતિયાણા ખાતે યોજાયેલ રબારી સમાજના મહાસંમેલન યોજાયું હતું. રબારી સમાજના આ મહાસંમેલનમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સ્વાગત 50 જેટલા ઉંટ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઘી તુલા પણ કરવામાં આવી હતી. કુતિયાણા ખાતે યોજાયેલ રબારી સમાજના મહાસંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. સીએમએ સંબોધન કરતાં જણાવ્યું કે સૌની યોજના ગુજરાત માટે ઘણી મહત્વની છે. સરકાર સૌની યોજના માટે ખાસ બજેટ ફાળવશે. કોંગ્રેસ દ્વારા પાણી નહી મળવાની વાતો કરાતી હતી. ઉનાળામાં ટેન્કર રાજ ભાજપ સરકારે ખતમ કર્યા. મુખ્યમંત્રીએ મધર્સ ડે પર જણાવ્યું કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’. આમ મુખ્યપ્રધાન કુતિયાણા ખાયે યોજાયેલ રબારી સમાજના મહાસમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like