ઝાંસીના એક ગામમાં કુતિયા દેવીનું મંદિર

દેશના દરેક ખૂણામા કોઇ પણ દેવી દેવતાના મંદિર જોવા મળે છે. પરંતુ ઝાંસીના એક ગામમાં જે દેવીની પૂજા થાય છે તેનું નામ ચોક્કસ તમે સાંભળ્યું હશે નહીં. ઝાંસીના તહસીલ મઉરાનીપુરમાં કુતિયા મહારાણી માંનું મંદિર છે. મંદિરમાં નિયમથી પૂજા પાઠ પણ થાય છે. આ મંદિરના પૂજારીનું નામ કિશોરી લાલ યાદવ છે.

પૂજારીનું કહેવું છે કે, દેવીમાં અમારી શ્રદ્ધા પહેલાથી જ હતી, મંદિર બની ગયા પછીથી પૂજા પાઠ પણ નિયમિત થવા લાગ્યા છે. તેમણે કુતિયા દેવીની સ્ટેરી પણ સંભળાવી હતી. કિસોરી લાલા અનુસાર કુતિયા દેવી માટે પ્રચલિત છે કે તે મઉરાનીપુર તહસીલના બંને ગામો રેવન અને કકવારાની વચ્ચે રહેતી હતી. એક દિવસ બંને ગામમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, કુતિયા દેવી ભાગતી પહેલા રેવન પહોંચી પરંતુ ત્યાં જમવાનું બનવામાં થોડો સમય હતો તો દોડીને ફરીથી તે કકવારા પહોંચી. પરંતુ અહીંયા પણ ભોજન તૈયાર નહતું.

ત્યારબાદ કુતિયા દેવી એ બંને ગામની વચ્ચે રહેવાનું નક્કી કર્યું. તેમણે વિચાર્યું કે જે ગામમાં પહેલા ભોજન તૈયાર છે એ સંકેત કરનારી તુરહી વાગશે ત્યાં પહેલા જશે. પરંતુ બંને ગામમાં ખાવા માટેની તુરહી એક સાથે જ વાગી અને કુતિયા દેવીનું ઘટના સ્થળે મોત નિપજ્યું. જ્યાં કુતિયા દેવીનું મોત થયું તે સ્થળ પર તેમની સમાધી બનાવવામાં આવી. હવે અહીંયા કુતિયા દેવીનું મંદિર છે જ્યા નિયમથી પૂજા પાઠ થાય છે.

You might also like