કચ્છના ભચાઉ નજીક અાવેલ શિકરા ગામે મંદિરના પૂજારીની રહસ્યમય સંજોગોમાં કરપીણ હત્યા

અમદાવાદ: કચ્છના ભચાઉ નજીક અાવેલ શિકરા ખાતે હિંદુપીરના સ્થાનકે વહેલી પરોઢે પૂજારીની રહસ્યમય સંજોગોમાં હત્યા થતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.  અા અંગેની વિગત એવી છે કે ભચાઉ માર્ગ પર અાવેલ શિકરા ગામે હિંદુપીરના સ્થાનકો અને મંદિરો છે. અા મંદિરમાં કિશોરભાઈ છોટાલાલ જોશી નામના પૂજારી છેલ્લા કેટલાક વખતથી સેવા-પૂજા કરે છે. વહેલી સવારે પૂજારી પૂજાની તૈયાર કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખસોએ મંદિરમાં અાવી પૂજારીના માથાના ભાગે બોથડનો ઘા ઝીંક્યો હતો. ગંભીર ઈજાઓ થતાં અા પૂજારીએ અારોપીઓનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો પરંતુ હત્યારાઓ ઉપરાઉપરી ઘા ઝીંકી પૂજારીની હત્યા કરી હતી અને મંદિરમાંથી મોબાઈલ ફોન, સોનાનો ચેઈન, પાકિટ, બાઈક વગેરેની લૂંટ ચલાવી અારોપીઓ ફરાર થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં અને જાતજાતના તર્કવિતર્કો વહેતા થયાં હતાં પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ખૂન અને લૂંટનો ગુનો દાખલ કરી અાગળની ઝિણવટભરી તપાસ શરૂ કરી છે.

You might also like