કચ્છ-ભચાઉ શહેર ભાજપ પ્રમુખની હોટલમાં ચાલતી હાઇપ્રોફાઇલ જુગારની કલબ પર દરોડો

અમદાવાદ: કચ્છના ભચાઉ શહેર ભાજપ પ્રમુખની હોટલમાં ચાલતી હાઇપ્રોફાઇ જુગારની કલબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે છાપો મારતા ભારે દોડધામ મચી ગઇ હતી. પોલીસે ૮ર જુગારિયાઓને રૂ.૭૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, ભચાઉ શહેર ભાજપ પ્રમુખ નરેશ જટાશંકર જોશીની માલિકીની હોટલ અતિથિ ગાર્ડનમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ જુગારની હાઇપ્રોફાઇલ કલબ ચાલતી હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી. આ માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના આઇ.પી.જી હસમુખ પટેલના આદેશથી પોલીસે ઉપરોકત હોટલમાં છાપો મારતા પોલીસની પકડમાંથી છૂટવા માટે જુગારિયાઓએ ભારે ધમપછાડા કર્યા હતા આમ છતાં પોલીસે હોટલને કોર્ડન કરી લઇ ૮ર જુગારિયાઓને આબાદ ઝડપી લીધા હતા.

પોલીસે દરોડા દરમ્યાન રોકડ રકમ, વૈભવી કારો, પપથી વધુ મોબાઇલ ફોન, અલગ અલગ પ્રકારના કોઇન મળી કુલ રૂ.૭૪ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના દરોડા બાદ મોડી રાત્રે શહેર ભાજપ પ્રમુખ નરેશ જોશી મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સમક્ષ હાજર થતા તેમની ઊલટ તપાસ શરૂ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે પપ પાનાની એફઆઇઆર નોંધી ભચાઉ પોલીસને સુપ્રત કરી હતી. પૂર્વ કચ્છના એસ.પી.એ લોકલ પોલીસ અને એલસીબી સામે પણ તપાસ કરવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.

You might also like