VIDEO: કચ્છનાં લગ્નપ્રસંગમાં કેટલાંક શખ્સોએ કર્યું હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ

કચ્છઃ લગ્ન પ્રસંગમાં ઠાઠ જમાવવા માટે ફાયરિંગ કરાતું હોવાંની ઘટનાઓ તો અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે હવે ફરી વાર કચ્છનાં જ એક લગ્ન પ્રસંગનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કચ્છનાં અંજારમાં લગ્ન પ્રસંગમાં કેટલાંક શખ્સો હવામાં ફાયરિંગ કરતા નજરે ચડી રહ્યાં છે.

આ વીડિયોમાં શખ્સો હવામાં ફાયરિંગ કરતા સ્પષ્ટપણે જોવાં મળી રહ્યાં છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કાયદાનું ભાન ભૂલીને જાહેર લગ્ન સમારંભમાં હાજર લોકોનાં જીવને જોખમમાં મૂકી ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ કરી રહેલ છે.

મહત્વનું છે કે આજકાલ લગ્ન જેવા પ્રસંગોમાં લોકો પોતાનો મોભો બતાવવા અને રૂઆબ બતાવવા માટે બંદૂકમાંથી ફાયરિંગ કરી લોકોમાં એક પ્રકારનો કુરિવાજ ફેલાવી રહ્યાં છે. નોંધનીય છે કે થોડાંક મહિના પહેલા જૂનાગઢનાં જ એક લગ્ન પ્રસંગમાં પણ આ જ રીતે ફાયરિંગ કરાયો હોવાંનો વીડિયો પણ અગાઉ વાયરલ થયો હતો. જો કે હવે આ અંગે તપાસનાં આદેશ પણ આપવામાં આવેલાં છે.

You might also like