કચ્છના અપહરણનો મામલો: એસઆરપી જવાન ચાલુ ડ્યૂટીએ લૂંટ-અપહરણ કરવા ગયો

અમદાવાદ: જૂની નોટ બદલવા કચ્છથી ચિલોડા બોલાવી યુવકનાં અપહરણ-ખંડણી અને લૂંટ મામલે ચિલોડા પોલીસે એસઆરપીનો એએસઆઈ સહિત ત્રણની ધરપકડ કરી હતી. એસ.આર.પી. જવાનની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી મૂળજી વાડજમાં બનેલા હત્યાના બનાવ પર પોઇન્ટ ડ્યૂટી પર હતો અને ચાલુ ડ્યૂટીએ અપહરણ અને ખંડણી માટે ટોળકીમાં જોડાઇ ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી મૂળજી ચૌહાણ જે એસ.આર.પી. ગ્રૂપ-૩માં મકાણા ખાતે હતો. તેને થોડા દિવસ અગાઉ વાડજ વિસ્તારમાં થયેલી હત્યા બાદ એસ.આર.પી.નો પોઇન્ટ મુકાયો હતો. ત્યાં ડ્યૂટી ફાળવી હતી. ડ્યૂટી માટે તેને રિવોલ્વર પણ ફાળવાઇ હતી. લૂંટના પ્લાન બાદ મૂળજી આરોપીઓ સાથે ચાલુ ડ્યૂટીએ જોડાઇ ગયો હતો અને ઇકો ગાડીમાં કચ્છના અબ્દુલ્લા નામના યુવકનું અપહરણ કરી ખંડણી માગી હતી.

આ કેસમાં અન્ય બે આરોપીઓ રોહિત અને શબ્બીર પણ ફરાર છે. જેથી આવેલા શખસને ઝડપવા ઇડર પોલીસની મદદ લેવાઇ છે. રોહિત પણ અમદાવાદમાં હોવાની માહિતીને લઇ પોલીસે અમદાવાદમાં પણ તપાસ શરૂ કરી દીધી છે.

http://sambhaavnews.com/

You might also like