VIDEO: કચ્છનાં રાપર ખાતે કોંગ્રેસનાં ધારાસભ્ય ઉતર્યા ધરણાં પર

કચ્છઃ નર્મદા કેનાલમાં પાણી નહીં આવવા મામલે તંત્ર લેખિતમાં બાંહેધરી આપી વેળાસર શરૂ કરાવવાની માગ સાથે નંદાસરનાં ખેડૂતોની લાગણીને વાચા આપવા ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા ઉપવાસ પર બેઠા છે. રાપરમાં વાગડની નર્મદા કેનાલમાં પાણી નહીં આવતાં કોંગ્રેસનાં ધારાસભ્ય ધરણા પર બેસી ગયાં છે.

ધારાસભ્ય સંતોકબેન આરેથીયા સાથે કોંગ્રેસનાં કાર્યકરોએ ધરણા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાપરનાં નંદાસર કેનાલ પાસે કોંગ્રેસનાં કાર્યકરો ધરણાં પર બેઠ્યાં હતાં અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતાં.

અહીં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે કચ્છ ખાતે રાપરની વાગડ ખાતેની નર્મદા કેનાલમાં પાણીની તંગી સર્જાતાં એટલે કે
કેનાલમાં પાણી નહીં આવતા કોંગ્રેસનાં ધારાસભ્ય સંતોકબેન આરેથીયા સહિત કોંગ્રેસનાં કેટલાંક કાર્યકરોએ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ ધરણાં ધર્યા
હતાં.

કચ્છનાં રાપરમાં કોંગ્રેસ ધારાસભ્યનાં ધરણાં
સંતોકબેન આરેથીયા સહિત કોંગી કાર્યકરો ધરણાં પર
વાગડની નર્મદા કેનાલમાં પાણી નહીં આવતા ધરણાં
રાપરનાં નંદાસર કેનાલ પાસે બેઠા ધરણાં પર

 

You might also like