VIDEO: કચ્છ પોલીસ પર હુમલો કરનાર નાસતા-ભાગતા આરોપીની ધરપકડ

કચ્છઃ પોલીસ પર હુમલો કરનાર આરોપી આખરે પોલીસની પક્કડમાં આવી ગયો છે. પોલીસ પર હુમલો કરી કેટલાંય સમયથી નાસતો-ફરતો આરોપી કાસમ ગઢશીશા નજીક ડુંગરાળ વિસ્તારમાં છુપાઈને બેઠો હતો. જે અંગે પોલીસને બાતમી મળતા જ પોલીસે છ ટકું ગોઠવીને તેને ઝડપી પાડયો છે.

ઉલ્લેખનીય છે કે આરોપી કાસમે કચ્છ પોલીસની ટૂકડી પર બે વખત જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઇ પોલીસ કેટલાંય સમયથી તેની શોધખોળ હાથ ધરી રહી હતી અને અંતે પોલીસને આ કેસમાં સફળતા હાથ લાગી છે અને આરોપીની ધરપકડ કરી લીધી છે.

કચ્છ પોલીસ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ
ગઢશીશા નજીક ડુંગરાળ વિસ્તારમાંથી આરોપી કાસમની ધરપકડ
કાસમે બે વખત પોલીસની ટીમ પર કર્યો હતો હુમલો

You might also like