કર્ણાટક CMની શપથવિધિમાં વિપક્ષ જોવા મળ્યો એક મંચ પર, 2019ની તૈયારી?

2019 પહેલા વિપક્ષી એકતાના પ્રદર્શન વચ્ચે જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ બુધવારે કર્ણાટકના 24માં મુખ્યમંત્રીના સ્વરૂપે શપથ લીઘા, ગઠબંધન સરકારમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જી પરમેશ્વરે પણ ડે.સીએમના પદના શપથ ગ્રહણ કર્યા છે. શુક્રવારે થનારા બહુમતી પરીક્ષણ બાદ મંત્રીમંડળમાં અન્ય સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે.

તમામ વિપક્ષી દળોના દિગ્ગજ નેતાઓએ આ કાર્યક્રમમાં હજરી આપને પીએમ નરેન્દ્ર મોદીના વિરુદ્ધ મજબુત મોરચો બનાવવાનો સંદેશો આપ્યો. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએની ચેયરપર્સન સોનિયા ગાંધી, જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબૂ નાયડૂ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, કેરળના સીએમ પિનરાઈ વિજયન હાજર રહ્યા હતા.

ફુલપુર અને ગોરખપુરના લોકસભાની પેટા ચૂંટણીમાં સાથે આવીને ભાજપાને કારમો પરાજય આપનાર સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા નેતા માયાવતીએ પહેલી વાર કોઈ મંચપર સાથે આવ્યા. બંન્ને અલગ-અલગ બેઠા. અન્ય નેતાઓમાં એનસીપી નેતા શરદ પવાર, માકપા મહાસચિવ સીતારામ યેચુરી, રાજદ ના નેતા તેજસ્વી યાદવ પણ હાજર હતા.

You might also like