Categories: India

આજથી AAP નેતા કુમાર વિશ્વાસ ચાલુ કરશે ગોવામાં ચૂંટણી પ્રચાર

પણજી : આપ નેતા કુમાર વિશ્વાસ ઘણા લાંબા સમયથી પાર્ટીના કાર્યક્રમોથી દુર રહ્યા બાદ આજે ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરશે. પંજાબ ચૂંટણી પ્રચારથી દુર પાર્ટી માટે ઓવરસીઝનાં કાર્યકર્તાઓને ભારત બોલાવવા અને ફંડ જમા કરાવવાની જવાબદારીમાં વ્યવસ્ત વિશ્વાસ આજે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે.

વિશ્વાસ 23 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી ગોવામાંપાર્ટી માટે પ્રચાર કરશે. બીજી તરફ પંજાબમાં મનિષ સિસોદીયા, કપિલ મિશ્રા, સત્યેન્દ્ર જૈન અને આપનાં ધારાસભ્યો પ્રચાર કરશે. અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પહેલા મીડિયામાં સમાચાર આવ્યા હતા કે વિશ્વાસ કેજરીવાલનો સાથ છોડીને ભાજપ જોઇ કરી શકે છે.

વિશ્વાસ દ્વારા જો કે આ સમાચારોને ફેંકી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કુમાર વિશ્વાસ છેલ્લા લાંબા સમયથી પાર્ટીમાં તો નિષ્ક્રિય છે. સાથે સાથે મીડિયાથી પણ ઘણા સમયથી દુર રહેવાનાં કારણે વિવિધ અટકળો વહેતી થઇ હતી.

Navin Sharma

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

10 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

10 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

10 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

11 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

11 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

11 hours ago