કેજરી VS કુમાર : આપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો

નવી દિલ્હી : એમસીડી ચૂંટણીમાં પરાજય બાદ આમ આદમી પાર્ટીમાં આંતરિક કલહ સામે આવ્યો છે. મંગળવારે પહેલા કુમાર વિશ્વાસે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને અમાનતુલ્લાહ ખાનના, મુદ્રા પર પાર્ટી નેતૃત્વ પર હૂમલો કર્યો, બીજી તરફ આ બાદ દિલ્હીનાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ મીડિયા સામે આવીને વિશ્વાસને સલાહ આપી હતી.

સિસોદીયાએ પણ ઇશારા ઇશારામાં ભાજપને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. અત્યાર સુધી કુમાર વિશ્વાસ વિરુદ્ધ અમાનતુલ્લાહની વચ્ચે ચાલી રહેલી લડાઇ હવે કેજરીવાલ વિરુદ્ધ કુમાર થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. સિસોદીયાએ કહ્યું કે કુમાર વિશ્વાસે ટીવી પર નિવેદન આપીને કાર્યકર્તાઓનું મનોબળ તોડ્યું છે. તેમણે કહ્યું કે આ પાર્ટી આંદોલન માટે પોલીસની લાઠીઓ ખારાન કાર્યકર્તાઓને છે, ન કોઇ વ્યક્તિ કે ન તો કેજરીવાલની પણ પાર્ટી છે.

સિસોદિયાએ કહ્યુ કે કોઇ તકલીફ છે તો તેને વ્યક્તિગત્ત લડાઇ ન બનાવવી જોઇએ. તેમણે કહ્યું કે અરવિંદજીએ ત્રણ ત્રણ કલાક બેસીને વાત કરી છે પોતાનાં ઘરે, તેમને પીએસીમાં બોલાવ્યા તેઓ પીએસીમાં પણ ન આવ્યા. ટીવી પર નિવેદનબાજી કરી રહ્યા છે. હું કહીશ કે તેમનાં નિવેદનોથી કાર્યકર્તાઓનું મનોબળ તુટી રહ્યું છે. ટીવી પર નિવેદન આપીને કોઇ પાર્ટીને કયા કયા લોકોને કઇ કઇ તાકાતાનો કઇ રીતે ફાયદો પહોંચાડાઇ રહ્યો છે, આ કાર્યકર્તાઓ સમજી રહ્યા છે. આનાથી કોઇ ફાયદો નહી થાય.હું અપીલ કરુ છું કે પાર્ટીનાં ફોરમમાં આવે.

You might also like