કુલદીપ શર્માની અરજીને નોટ બી ફોર મી કરતી હાઈકોર્ટ

અમદાવાદ: ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી કુલદીપ શર્માએ ૨૦૦૯-૧૦માં તેમના નોકરીના કાર્યકાળ દરમિયાન પરફોર્મન્સ એપ્રેસલ રિપોર્ટમાં ડાઉનગ્રેડ કરવાના રાજય સરકારના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. પીએઆરમાં ડાઉનગ્રેડ કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દેવાના કેટ (સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ)ના હુકમને પણ શર્માએ તેમની હાઇકોર્ટની રિટ અરજીમાં પડકાર્યો છે. જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ દ્વારા કુલદીપ શર્માની અરજીને નોટ બી ફોર મી કરાઈ છે.

ગુજરાત સરકાર સામે બાંયો ચડાવનાર સિંઘમ અધિકારીના કેસની વાત કરીએ તો, દરેક સરકારી અધિકારીઓનો સર્વિસ દરમિયાન કોન્ફિડેન્શિયલ રિપોર્ટ કે જેને પરફોર્મન્સ એપ્રેસલ રિપોર્ટ પણ કહેવાય છે, વર્ષ ૨૦૦૯-૧૦માં આઇપીએસ કુલદીપ શર્માના પીએઆરમાં સરકારના સત્તાવાળાઓ દ્વારા એકસેલન્ટની જગ્યાએ ડાઉનગ્રેડ કરી ગુડ કરી નાંખ્યુ હતું. જેનાથી નારાજ શર્માએ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના દ્વાર ખખડાવ્યા હતા.

કેટ દ્વારા શર્માની અરજી કાઢી નાંખવામાં આવતાં કુલદીપ શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. જો કે, જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટે શર્માની મેટર નોટ બીફોર મી કરી હતી.ગુજરાત સરકારે પણ શર્માની અરજી દાખલ થાય તે પહેલાં કેટના હુકમ સંદર્ભે હાઇકોર્ટમાં અગાઉથી જ કેવીયેટ દાખલ કરી દીધી હતી. હવે આગામી સપ્તાહમાં હાઇકોર્ટમાં અન્ય જજ સમક્ષ કુલદીપ શર્માના કેસની મહત્વની સુનાવણી હાથ ધરાશે.

You might also like