કુલદીપ અને યુજવેન્દ્ર ટીમ ઈન્ડિયામાંથી રવિન્દ્ર-અશ્વિનની છુટ્ટી કરી શકે છે

ચાઈનામેન બોલર કુલદીપ યાદવે કોલકાતાના ઈડન ગાર્ડનમાં 21 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હેટ્રિક લીધી, ત્યારે જ સ્ટેડિયમમાં ‘ઈન્ડિયા ઈન્ડિયા’ ના નારા ગૂંજવા લાગ્યા હતા. દેશભરમાં કુલદીપના ત્યારથી વખાણ થઈ રહ્યા છે. કુલદીપ યાદવે માત્ર મેચની બાજી નથી પલટી, બલકે હરભજન સિંહની હેટ્રિકની પણ યાદ અપાવી દીધી.

જ્યારે સિલેક્ટર્સે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે સિરીઝ માટે આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને પૂછ્યા વગર જ તેમને આરામ પર મોકલી દીધા, ત્યારથી જ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે આ બંને સ્પીનર્સ વન ડે ટીમમાંથી બહાર થઈ શકે છે, કારણ કે શ્રીલંકા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરી યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ બાજી મારી ગયા હતા.

જો કે આ લોકો બાજી મારી ગયા તેની પાછળનું કારણ પસંદગીકારોએ આ યુવાન ક્રિકેટરો પર વિશ્વાસ મૂક્યો તે છે. જો કે અક્ષર પટેલને થયેલી ઈજાના કારણે જાડેજાની ટીમમાં વાપસી થઈ, પરંતુ તેને અત્યાર સુધી રમાયેલ બે વન ડે મેચોમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર જ રખાયો છે.

You might also like