પાકિસ્તાનમાં પૂર્વ નૌસૈનિક કુલભૂષણ જાધવને આપી મોતની સજા

નવી દિલ્હી: પાકિસ્તાનમાં સોમવારે પૂર્વ નૌસૈનિક કુલભૂષણ જાધવને મૃત્યુની સજા સંભળાવવામાં આવી છે. કુલભૂષણ જાધવ પર પાકિસ્તાનમાં જાસૂસી કરવાનો આરોપ હતો. કુલભૂષણ જાધવને ગત વર્ષે 3 માર્ચ 2016 ના રોજ બલૂચિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના જનરલ કમર જાવેદએ આ વાત જાહેર કરી છે.

જાધવ પર પાકિસ્તાની આર્મી એક્ટના ફીલ્ડ જનરલ કોર્ટ માર્શલ દ્વારા કેસ ચલાવવામાં આવ્યો અને મોતની સજા સંભળાવવામાં આવી. આ સજાને સોમવારે આર્મી ચીફ જનરલ કમર અહમદ બાજવાએ કન્ફર્મ કર્યા છે. એવું ફણ જાણવા મળ્યું છે કે જાધવ પર દરેક આરોપો સાબિત થયા છે. એમણે મેજિસ્ટ્રેટ અને કોર્ટની સામે સ્વિકાર્યું કે રો એ એને વિધ્વંસક અને જાસૂસી ગતિવિધિઓને પ્લાન કરવો, કોઓર્ડિનેટ કરવા અને ઓર્ગેનાઇઝ કરવાની જવાબદારી આપી હતી.

ગત વર્ષે પાકિસ્તાની સેનાએ પણ જાધવનું કબૂલનામું જાહેર કર્યું હતું જેમાં કથિતરૂપે કહેવામાં આવ્યું હતું કે જાધવ ભારતીય નૌસેનાના સેવારત અધિકારી છે. ભારતે એવો તો સિવ્કાર કર્યો હતો કે જાધવ રિટાયર્ડ નૌસેના અધિકારી છે, પરંતુ આ આરોપનું ખંડન કર્યું હતું કે એ સરકાર સાથે કોઇ પણ પ્રકરાથી જોડાયેલ હતો.

પાકિસ્તાનના પ્રમાણે જાધવનો હેતુ પાકિસ્તાનને એસ્થિર કરવાનો અને આ દેશ વિરુદ્ધ યુદ્ધ માટેનો હતો. બલૂચિસ્તાન અને કરાચીમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નોમાં અવરોધ પહોંચાડીને આ કામ કરવામાં આવ્યું. આરોપીના બચાવ માટે કાનૂની જોગવાઇઓ મુજબ, ઓફિસર પૂરો પાડવામાં આવ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like