જાધવની ફાંસી પર રોક, ICJ માં ભારતની જીત, પાકિસ્તાનને ફટકો

હેગ: ભારતનો નાગરિક કૂલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસની સજા સંભળાવવાની વિરુદ્ધ અરજી પર ભારતને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં મોટી જીત મળી છે. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટના જસ્ટિસ રોની અબ્રાહ્મે ચુકાદો આપતા કહ્યું કે એને જાસૂસ કહેનારા પાકિસ્તાનનો દાવો માનવામાં આવી શકે નહીં. આ સાથે જ કોર્ટે કહ્યું કે વિયના સંધિ હેઠળ ભારતને કૂલભૂષણ જાધવ સુધી કાઉન્સિલર એક્સક મળવું જોઇએ. અબ્રાહ્મે કહ્યું કે જાધવની ધરપકડ વિવાદીત મુદ્દો છે. અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી ફાંસી પર રોક લાગી રહેવી જોઇએ.

નોંધનીય છે કે ગત સોમવારે આ કેસ અંગે સુનાવણી થઈ હતી, જેમાં ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ દલીલ કરી હતી તે મુજબ આજે પણ તેઓ ભારત તરફથી દલીલ કરી હતી. ૧૮ વર્ષ બાદ ફરી ભારત અને પાકિસ્તાન આઈસીજેમાં આમનેસામને આવી ગયા છે. આ કેસમાં પાકિસ્તાને એવી દલીલ કરી છે કે આ કેસ તેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતો છે. તેથી આંતરરાષ્ટ્રીય અદાલતને તેમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે આ સાથે જ પાકિસ્તાનમાં કૂલભૂષણ જાધવના જીવને જોખમને લઇને ભારતની ચિંતા પર ધ્યાન આપતાં કહ્યું કે પાકિસ્તાન જાધવની વિરુદ્ધ આગળ કોઇ કાર્યવાહી ના કરે અને એની સુરક્ષા સુનિશ્વિત કરે.

આ અગાઉ ૧૦ ઓગસ્ટ, ૧૯૯૯ના રોજ પાકિસ્તાની નૌસેનાનું ટોહી વિમાન ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું, જેને ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું હતું, જેમાં ૧૬ પાકિસ્તાની નૌસેનિકોનાં મોત થયાં હતાં. આ મામલે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય અદાલતમાં દલીલ કરી હતી, જે અંગે અદાલતે જણાવ્યું હતું કે આ મામલો તેમના અધિકારક્ષેત્રમાં આવતો નથી અને તે સમયે પાકિસ્તાને તેના વિમાનને તોડી પાડવા બદલ છ કરોડ ડોલરના વળતરની માગણી કરી હતી, જોકે આઈસીજેએ પાકિસ્તાનની આ માગણી ફગાવી દીધી હતી.

દરમિયાન ગત સોમવારે નેધરલેન્ડના હેગની અાંતરરાષ્ટ્રીય અદાલતમાં જાધવના મામલા અંગેની સુનાવણી પૂરી થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે  પાકિસ્તાને માર્ચ 2016માં બલૂચિસ્તાનમાથી પકડી લેવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને કહ્યું કે જાધવ ભારતની ખાનગી એજન્સી રો માટે કામ કરી રહ્યો હતો. તો બીજી બાજુ ભારતનું કહેવું હતું કે જાધવનું ઇરાનથી કિડનેપ કરવામાં આવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like