રાજસ્થાનના આ પહાડને પસાર કરવા ઊંધી ચાલે છે ગાડીઓ

દુનિયામાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં સુધી પહોંચવા માટે ખતરનાક રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. આજે અમે તમને એવી જગ્યાઓ માટે કહેવા જઇ રહ્યા છીએ જ્યાં પહોંચવા માટે પર્યટકોને સીધું ચઢાણ કરવાની જગ્યાએ બેક ગિયરમાં વાહનને ઊંધું લઇ જવું પડે છે. અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના નાગોરના કુચામન કિલ્લાની. આ કિલ્લો 800 મીટર ઊંચી પહાડી પર છે.

rajasthan

આ કિલ્લો એના પાણી સંગ્રાહલય માટે જાણીતો છે. આ કિલ્લા સુધી જવા માટે ચાલકોને વિશેષ રીતે ટ્રેનિંગ લેવી પડે છે. વર્ષ 2000માં અહીંયા હોટલની શરૂઆત થઇ હતી, ત્યારબાદ અહીંયા પર વિદેશી પર્યટકોનું આવવા જવાનું વધવા લાગ્યું. હકીકત, આ કિલ્લો વરસાદના પાણીને બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. અહીંયા વરસાદના પાણીને એકત્રિત કરવા માટે વિશાળ 17 ટેન્ક બનાવવામાં આવી છે.

rajasthan-2

કિલ્લામાં બનેલી દરેક 17 ટેન્ક અંડરગ્રાઉન્ડ ચેનલથી જોડાયેલી છે. પહેલાના જમાનામાં પાઇપલાઇનનો ઉપયોગ કરતાં નહતા એટલા માટે ઊંડી અને વોટરપ્રૂફ પાઇપ દ્વારા એક ટેન્કમાંથી બીજા ટેન્ક સુધી વરસાદનું પાણી પહોંચે છે.

http://sambhaavnews.com/

You might also like