દરેક અભિનેતા સાથે ફિટ કૃતિ

સાજિદ નડિયાદવાલા નિર્મિત અને શબીર ખાન નિર્દેશિત ‘હીરોપંતી’ની સાથે કૃતિ સેનને બોલિવૂડમાં ધમાકેદાર આગમન કર્યું. કરિયરની પહેલી હિંદી ફિલ્મ હોવા છતાં પણ કૃતિએ જૂની અભિનેત્રીની જેમ જ કામ કર્યું. ફિલ્મમાં તેનું પર્ફોર્મન્સ તેને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ફિલ્મ ફેર અપાવી ગયું. ‘હીરોપંતી’માં પોતાની સુંદરતા અને કામથી કૃતિએ દર્શકોની સાથે-સાથે ક્રિટિક્સને પણ ખુશ કર્યા. ‘હીરોપંતી’ હિટ રહી અને કૃતિને ફિલ્મો મળવા લાગી. સુંદર અભિનેત્રી કૃતિ સેનનની સારી હાઇટ અને આકર્ષક ફિગર એવું છે કે દરેક ફિલ્મના અભિનેતા સાથે કામ કરતાં ફિટ જ લાગે છે.

કૃતિ હીરોઇન ઓરિયેન્ટેડ ફિલ્મોમાં એવા રોલ કરવા ઇચ્છે છે કે તે બેસ્ટ પર્ફોર્મન્સ આપી શકે. ‘દિલવાલે’માં શાહરુખની સાથે કામ કરી ચૂકેલી કૃતિનું નામ સલમાન સાથે ‘સુલતાન’ માટે પણ લેવાતું હતું. સલમાન પણ કૃતિ સાથે કામ કરવા ઉત્સુક હતો, પરંતુ આખરી સમયે કૃતિના બદલે અનુષ્કાને ફિલ્મમાં લેવાઇ. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કૃતિ સેનન સલમાન ખાન સાથે ‘‌િકક-૨’ ફિલ્મમાં જોવા મળશે. •

You might also like